નમસ્કાર મિત્રો.
હાલની આધુનિક ટેક્નોલોજીમાં બધી જ વસ્તુઓમાં સુધારા વધારા થતા આવ્યા છે. દરેક પ્રકારની જુની વસ્તુ માં થોડો ઘણો બદલાવ લાવીને તેની ક્ષમતા અને ગુણવત્તા સુધરી છે. પણ કેટલીક બાબતો અને વસ્તુઓ એવી છે કે જેના વર્ષો થય ગયા પરંતુ હજુ પણ તેમાં બદલાય આવ્યો નથી. તેમાંથી એક વસ્તુ છે દાઢી કરવાની બ્લેડ.

બ્લેડ માં વચ્ચે ખાસ પ્રકારની ડિઝાઈન હોય છે. જે વર્ષાથી એક જ પ્રકારની હોય છે. અને તમાં કોઈ બદલાવ આવતા નથી. આપણે ને આ ડિઝાઈન જોઈને વિચાર આવે કે આવી ડિઝાઈન શા માટે રાખવામાં આવી હશે અને આવી ડિઝાઈન રાખવા પાછળનો હેતુ શું હશે. તો ચાલો જાણીએ તેની જાણકારી.


આ પણ વાંચો તમને ગમશે : ચુંટણીકાર્ડ, આધારકાર્ડ અને રેશનકાર્ડ વગેરેની ઓનલાઈન માહિતી એક જ ક્લિકમાં

દુનિયાની સૌપ્રથમ સેફ્ટી રેઝર કિંગ જીલેટ (King C. Gillette) નામના વ્યક્તિએ બનાવી હતી. (તેનો ફોટો નીચે મુજવ છે)  તેની ડિઝાઈન પ્રમાણે તે રેઝરનો ઉપયોગ કરવાથી વારંવાર ધસાઈ જતી બ્લેડને સરળતાથી બદલાવી શકાય અને ફક્ત બ્લેડ જ બદલાવી જરુર પડે અને રેઝર નો ઉપયોગ ફરીથી કરી શકાય. બ્લેડને બદલાવવા માટે બ્લેડમાં ખાસ પ્રકારની ડિઝાઈન રાખવામાં આવી હતી જેથી તેને બદલાવમાં સરળતા રહે.
જીલેટ કંપની બની ગઈ અને તેના સેફ્ટી રેઝર વેચાવા લાગ્યા. આ પછી ઘણી બધી કંપનીઓ પર માર્કટમા આવી અને તેણે પણ પોતાના સેફ્ટી રેઝર માર્કેટમાં મુક્યા. બીજી કંપની અને જીલેટ કંપનીની બ્લેડની ડિઝાઈનમા થોડો ફેરફાર હતો. આથી બ્લેડ બદલવામાં તકલીફ પડતી હતી. એક કંપનીની બ્લેડ બીજી કંપનીમા વાપરી શકાતી નહતી. આથી બ્લેડનો માલ નકામો જતો હતો. અને ગ્રાહકોને પણ રેઝર લેવામાં તકલીફ પડતી હતી.


આ પણ વાંચો તમને ગમશે : ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પણ તમે હવે ગાડી ચલાવી શકશો, વધુ જાણવા વાંચો

તેની બધી કંપનીઓએ ભેગા મળીને એક જ પ્રકારની બ્લેડની ડિઝાઈન રાખવાનુ નક્કી કર્યુ જેથી બ્લેડ બદલવામાં સરળતા રહે અને બ્લેડ બીજી કંપનીની પણ વાપરી શકાય. સૌપ્રથમ સેફ્ટી રેઝર કેવા પ્રકારની હતી તેનો ફોટો નીચે આપેલો છે
આવી રીતે બ્લેડ વચ્ચેની ખાસ પ્રકારની ડિઝાઈન નક્કિ થય અને વર્ષોથી આ ડિઝાઈન માં કોઈપણ પ્રકારનો બદલાવ નથી થયો.